Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ankit Gorasiya

Others

3  

Ankit Gorasiya

Others

હશે

હશે

1 min
13.6K


આંખોની અંદર કોઈ શહેર વસતું હશે,
કે ત્યાંનું આ ઝળહળતું વિશ્વ અમસ્તું હશે.

આંખોની અંદર કોઈ ગઝલ લખતું હશે,
કે કોઈ વાદળી થકી ત્યાં રૂપ વરસતું હશે.

આંખોની અંદર કોઈ દિલથી હસતું હશે,
કે કોઈ દિલ જ ત્યાં હસવા તરસતું હશે.

આંખોની અંદર કોઈ એવું સ્વર્ગ ખસતું હશે,
કે ત્યાં કોઈ વહેતા અમૃત જેવી વસ્તુ હશે.

આંખોની અંદર કોઈ ગુલાબ ઉપસતું હશે
કે ત્યાં રંગોનું મેઘધનુષ્ય ઝળહળતું હશે

આંખોની અંદર કોઈ સુંદરતા કસતું હશે,
કે ત્યાંની સુંદરતમાં જ કોઈ ફસતું હશે.

આંખોની અંદર કોઈ ખૂબ તડપતું હશે,
કે આંસુઓનું ધાર નીચે કોઈ બળતું હશે.

આંખોની અંદર કોઈ ક્ષણ સળવળતું હશે,
કે ત્યાં કોઈ સમી સાંજની જેમ ઢળતું હશે.

આંખોની અંદર ઝળહળતું વિશ્વ અમસ્તું હશે,
કે તેની અંદર કોઈ આખું શહેર વસતું હશે.


Rate this content
Log in