Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
અમે
અમે
★★★★★

© Masum Modasvi

Romance Tragedy

1 Minutes   6.8K    4


Content Ranking

મળતા થયેલા સ્નેહમાં વારી ગયા અમે,

મનની ઉકળતી આંચને ઠારી ગયા અમે.

કારણ વગરનું એમનું રુઠી જવું થયું, 

ચાહત હ્રદયની ચાહતા હારી ગયા અમે.

સાથે હંમેશા જીવવા પાકું વચન હતું, 

ઘટતા કરમના ભાવને તાડી ગયા અમે. 

માથે ફરજ થઈ ચાલવા તપતી ધરા ઉપર,

હસતાં મળેલી લાગણી પાળી ગયા અમે.

જાગી ઉઠેલી ચાહના ભીતર દબી દબી,

મનના તરંગી ભાવને દાબી ગયા અમે.

ચાહ્યાં હ્રદયથી એમને પામી શક્યા નહીં,

જેના વિરહમાં આયખું ગાળી ગયા અમે.

વેઠી રહ્યાં છો ચાહની માસૂમ જલન મળી,

સદમા વિરહની તાણના ગાળી ગયા અમે

કવિતા ચાહ વિરહ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..