Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shaurya Parmar

Others Inspirational Tragedy

2  

Shaurya Parmar

Others Inspirational Tragedy

હહલી ખોંપે ભરવઈ ગઈ

હહલી ખોંપે ભરવઈ ગઈ

1 min
7.1K


આ ત્રીસ વર્ષની જિંદગી,

મને એવું શીખવી ગઈ,

કે, જન્મ તારીખ મળી ગઈ,

એટલે,

હહલી ખોંપે ભરવઈ ગઈ

માંડ ધીમે ધીમે બોલતાં ચાલતાં શીખે,

કે કક્કો, એકડે એક,

અલ્યા બાળપણ સામે તો દેખ,

શાળાથી ઘર ને ઘરથી શાળા,

એમાં જ બાલ્યાવસ્થા ધરવઈ ગઈ,

હહલી ખોંપે ભરવઈ ગઈ

ને થોડા વર્ષો પછી તો,

એસ.એસ.સી, એચ, એસ, સી

મેહનત કરો એટલે જિંદગી ફોર જી,

માંડ કંઈક મજા આવી,

આ પરીક્ષાની ટ્રેન પકડઈ ગઈ,

હહલી ખોંપે ભરવઈ ગઈ

એ પતે એટલે ધોધમાર સલાહો... સુચનો...

પાંચ વર્ષ સાચવી લે,

પછી તમ તમાર જલસા,

અને

આ ડિગ્રીમાં જિંદગી અટવઈ ગઈ,

હહલી ખોંપે ભરવઈ ગઈ,

પછી નોકરીની શોધખોળ,

ઇન્ટરવ્યુના ધક્કા,

ઘરે જઈએ એટલે પુછે,

બેટા...નોકરી મળી ગઈ?

ના કહેતા તો, વાત હોઠે હલવઈ ગઈ,

હહલી ખોંપે ભરવઈ ગઈ

માંડ મળે નોકરી,

એટલે છોકરીની શોધખોળ શરૂ,

એકમાંથી બે, બે માંથી ત્રણ,

પગાર ઓછો ને વેહ ઝાઝા,

એમાં ને એમાં આ કાયા કરમઈ ગઈ,

હહલી ખોંપે ભરવઈ ગઈ

કંઈક સારુ થાય,

ત્યાં તો પાડા પર પધારે,

ને એ પૂછે

જિંદગી કેવીક ગઈ?

હું કહું,

જાત આખી જકડઈ ગઈ,

હહલી ખોંપે ભરવઈ ગઈ.


Rate this content
Log in