Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Chaitanya Joshi

Drama Fantasy Romance

3  

Chaitanya Joshi

Drama Fantasy Romance

પ્રેમ

પ્રેમ

1 min
13.9K


સામેના ચહેરાને હસતો કરે એ પ્રેમ,

પોતાની ગમગીની કદી ન ધરે એ પ્રેમ,


શબ્દોની સુંવાળપ કદી ના ગુમાવે,

પ્રેમીના દુઃખે નૈને અશ્રુ ભરે એ પ્રેમ,


વાતવાતે ફૂટપટ્ટી ના લઈને બેસતો,

આપવાની વાત સ્હેજે કરે એ પ્રેમ,


સ્વાર્થ તો આવે નહીં પ્રેમ પથ માંહે,

કરી છૂટવાનું બસ વિચારે એ પ્રેમ,


ફરિયાદનાં સૂર ના આવે ઉચ્ચારે,

ગુણગ્રાહી થઈને ડગ ભરે એ પ્રેમ.


Rate this content
Log in