Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

રાહ જોઈ બેઠી છું...

રાહ જોઈ બેઠી છું...

1 min
14K


ઊઘડે બારી નવી એ રાહ જોઈ બેઠી છું,
ક્યાં મળે એ તેજ પાછું જે હું ખોઈ બેઠી છું.

કેદ કરવા જેવું એ પણ કેદ ના કૈં થઈ શક્યું,
ચિત્ર જે ઝાંખું હતું તે સાવ લો’ઈ બેઠી છું.

પ્રશ્ન ઊઠે : કેમ ઇચ્છા અશ્વ થૈને હણહણે?
ભીતરે શું વાસનાનું મૂળ બોઈ બેઠી છું.

સ્હેજ પણ સ્પર્શી નહીં હોવાપણાંની વેદના,
તો પછી મેં શું ગુમાવ્યું, જેનું રોઈ બેઠી છું?

આ છટા ને આ અદા ને આ ખુશમિજાજી મુખ આ,
શી ખબર તમને કે હું જખમોને પ્રોઈ બેઠી છું.


Rate this content
Log in