Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Inspirational Others

3  

Kinjal Pandya

Inspirational Others

જનની

જનની

1 min
599


હું તો તારો જ પડછાયો

હું તો તારો જ પડછાયો


તારા જેવી જ હું પણ,

લાગે મને મારા જેવી જ તું


તારા ગર્ભમાં હતી ત્યારથી તને

જોઉં છું, જાણું છું

મારા માટે વાતે વાતે ત્યાગ આપી

મને ખુશ રાખવા જ મથતી.


જો આજે હું પણ

મા બનીને તારા પગલે ચાલતી

તેથી જ તો કહું કે

હું તારો પડછાયો.


બીજા બધા કરતા તું મને

નવ મહિના વધુ જાણે

તારો જીવ જ મારામાં પોરવાયો

તેથી જ તો કહું કે,

હું તારો પડછાયો


જનની કહું કે જનેતા કહું

કે કહું હું તને મા

તુજ મારી મિત્ર બની

સાચવે મને

હું જે છું એ જ તું છે


બંને શક્તિના જ સંતાન,

સમય આવ્યે પીછેહઠ ન કરવી

એ જ તારું વરદાન.


કેમ કરી ચૂકવીશ આ ઋણ માં

તારું હું પણ મા છું પણ

તું નથી કારણ,

હું છું તારો પડછાયો.


Rate this content
Log in