Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jitendra Bhavsar

Others

3  

Jitendra Bhavsar

Others

કુદરતી હાઈકુ

કુદરતી હાઈકુ

1 min
6.9K


લીલાં આ વૃક્ષો,
કરગરીને કહે,
થા મારા જેવો!

=========

ગામડે ગયો,
લીમડો જોયો; 
યાદ તારી નીકળી!

=========

માણસ ભોળા,
શોધે છે કુદરત,
આ જગતમાં.

=========

કાળા આકાશે,
ટોળું તારલાઓનું,
હસે કે રડે?

=========

લીલાં ખેતરો,
એ તો છે પડછાયા,
ભૂરાં આભનાં !

=========

વાદળછાયી
સવારે; ઊગ્યાં ક્યારે,
ગુલાબી ફૂલ!

=========

કાનજી કાળા,
બતાવ તારી લીલા,
વાયદો પાક્યો!

=========

કલબલાટ 
કરે એક પક્ષી; ને 
બોલાવે મને!

=======

અનુભવોનો
નિચોડ; અનુભવ
અંતે નવો જ!


Rate this content
Log in