Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Inspirational Others

3  

Drsatyam Barot

Inspirational Others

ધર્મ જાતીને હટાવી દે જરા

ધર્મ જાતીને હટાવી દે જરા

1 min
11.4K


બધી જે હો કલા તારી બતાવી દે જરા,

અહીંથી ધર્મ જાતીને હટાવી દે જરા.


સુધારો તું જગતનો આજ રેં'વા દે ભલા,

હૃદય તારું જ પ્રીતિથી સજાવી દે જરા.


બધુંયે જાય ભૂલી માનવી ગાંડો નથી,

છતાં એને દરદ પેલું ભૂલાવી દે જરા.


ઘણી ચિંતા, થકાવટથી ભર્યો છે માનવી,

પરેશાન છે જરા એને નચાવી દે જરા.


ઘણી બાળી છે ઇર્ષાથી તેં માનવ જાતને,

હવે એમાં જ માનવને ઉગાવી દે જરા.


બધે કકળાટ, ઇર્ષા, લાલચોને વેર છે,

હવે એકાદ બાળકને હસાવી દે જરા.


સદાએ ઝેર જાતોમાં ઉછેર્યું છે ઘણું,

હવે વેઠી બધું એને પચાવી દે જરા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational