ઘર બનાવ્યું છે
ઘર બનાવ્યું છે
1 min
13.9K
પવનથી પાતળી ક્ષણમાં ખૂંપીને ઘર બનાવ્યું છે,
જીવનની આગવી ક્ષણને ટૂંપીને ઘર બનાવ્યું છે.
ગઝલની રાજસી ક્ષણને સીંચીને ઘર બનાવ્યું છે,
સફર સંવેદનાની કૈં ખૂંદીને ઘર બનાવ્યું છે.
હતું ત્યાં પાનખરનું રાજ એથી કોયલે જુઓ,
કરી ટહુકો વસંતી પણ પૂછીને ઘર બનાવ્યું છે.
મને દુ:ખો પછી ક્યાંથી ચલિત કરવામાં ફાવે છે?
સુખોની મેં બધી પગલી લૂછીને ઘર બનાવ્યું છે.
ખબર ક્યાં કે ગમે ત્યારે પડે પથ્થર હવામાંથી,
મેં પાયામાં જ પથ્થરને મૂકીને ઘર બનાવ્યું છે.