Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirav Vyas

Others

2  

Nirav Vyas

Others

એ જરુરી છે

એ જરુરી છે

1 min
1.3K


એક વાર દીલ દુભાય એ જરુરી છે.
એને રોકડુ પરખાય એ જરુરી છે.

-બે મીંદડીઓ  ના ઝગડા વચ્ચે,
વાન્દરો ફાવી જાય એ જરુરી છે.

-પિતાશ્રી તારા સાચુ કહે છે,
તુ સીધી કોલેજ જાય એ જરુરી છે.

-તારી વધેલી ઉમરને સ્વીકારી લે,
આખ નીચે કુડાળા દેખાય એ જરુરી છે.

-તારા લખેલા પત્રો મીઠા લાગે, મને
વાચતા આવડી જાય એ જરુરી છે.

-ખબર છે કે તુ બિન્દાસ્ત છે, પણ
મારા ઘરે શરમાય એ જરુરી છે.

-સુન્દર તો અમારી ચમ્પા પણ છે.
તારી સરળતા દેખાય એ જરુરી છે.

-એકલું તું ગાય એ જરુરી નથી,
સાથે ચુન્દડી લહેરાય એ જરુરી છે.

-પરીક્ષા તારી એમજ લેવાશે હવે,
કોર્સ બહારનુ પુછાય એ જરુરી છે.

-યે રાત, તનહાઇ બધુ ઠીક છે ભાઇ,
હવે સવાર પડી જાય એ જરુરી છે.

- I AM ALSO A HUMAN BEING,
તને હવે સમજાય એ જરુરી છે.

-શરુઆત મા તકલીફ પડશે પણ,
આ આદત છુટી જાય એ જરુરી છે.

-વગર કારણે ભેગા ભરાયા છે,
બે ચાર ઓછા થાય એ જરુરી છે.


Rate this content
Log in