Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chirag Padhya

Inspirational Others

3  

Chirag Padhya

Inspirational Others

શ્રાદ્ધ અને કાગ

શ્રાદ્ધ અને કાગ

1 min
1.6K

કેવી આ માનવ જાત ?

શ્રદ્ધા માત્ર શ્રાદ્ધમાં ?

શ્રાદ્ધમાં પિતૃ બનાવી પૂજે,

પુચકારે, બોલાવે, આવકારે,

મીઠી ખીર ખવડાવે,

અને એમનેમ ?

જો આવું હું

ક્યારેક

છત પર તો,

ધૂતકારે,

ઉડાડે,

ફિટકાર વરસાવે,

શું સ્વાર્થી જાત આ માણસની ?

શ્રાદ્ધમાં નાખે વાસ,

બાકી કરે ઉદાસ.

શ્રાદ્ધમાં દૂધ ને ભાત,

બાકી બતાવે જાત.

શ્રાદ્ધમાં માને ભગવાન,

બાકી માને શૈતાન .

કા કા કરતો કહું હું કાગ,

આવશે હવે જો શ્રાદ્ધ,

તો,

કરીશ હું ઉપવાસ,

નહિ ખાઉં તારી વાસ,

અને

તને પણ બતાવીશ એ માનવ,

અમારી કાગની જાત.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational