Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagat Patel

Others

2  

Jagat Patel

Others

જોને...

જોને...

1 min
6.6K


જોને...

તારી નજરના તીર મારી નજરની,
પ્રત્યંછાથી ખેંચાઈને વાગી રહ્યા છે...

અધરોના આક્રોશ તારા લમણે,
ઠલાઈને તને ઘાયલ કરી રહ્યા છે..

ઉભરતાં યૌવન મારી લોખંડી;
ઢાલમાં દ્વંન્દ્વ ખેલી રહ્યા છે...

ઉદરના ઉચાપાટ ઉતાવળીયા થઈ,
હસ્ત રેખાઓને ફસાવી રહ્યા છે...

વક્ષપ્રદેશો... બાથ ભીડે એમ ભીડાઈ,
તારી તીવ્રતાને આવેગ આપી રહ્યા છે...

મલ બની ભુજાઓમાં ભીડાઈ,
કુસ્તીના ખેલ ખેલાઈ રહ્યા છે...

લાગેલી આગને બુજાવવા એક એક,
સૈનિક મરણીયા બની ઝઝૂમી રહ્યા છે...

એક હારવા આતુર બીજો જીતાવવા,
આવા અનન્ય ઘા ઝીંકાઈ રહ્યા છે...

જંગ પૂર્ણતાને આરે ઊભીને મેદાને,
વિજયી નારા ગવાઈ રહ્યા છે...

યુદ્ધ પછીની શાંતિ આ "જગત"માં,
બે'ઉ દુશ્મન જીતની ખુશી મનાવી રહ્યા છે.


Rate this content
Log in