Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Children Others

4  

Shaurya Parmar

Children Others

શુ જોઈએ ?

શુ જોઈએ ?

1 min
14K


જો ભગવાન કહે કે તારે શુ જોઈએ? 

તો માંગુ હુ ...

મારી એ લખોટીઓ, 

એ છાપો, 

એ લૂંટેલી દોરીનુ પીલ્લુ, 

એ સતોડીયાના સાત પથ્થર, 

એ લાકડી અને પૈડું, 

એ ભાડે ફેરવેલી સાઈકલ, 

એ માટીનો બનાવેલ પાવાગઢ, 

એ મોરસ ચોપડેલી ભાખરી, 

એ ખિસ્સામા રાખેલી પાપડી, 

એ પથ્થરથી પાડેલી કેરીઓ, 

એ દોરીથી સાંધેલા સ્લીપર, 

એ રફુ કરેલી ચડ્ડી, 

એ ટીચેલા બોટલના બીલ્લા, 

એ બીગ બજાર જેવા ગલ્લા, 

એ મંદિરના ઘંટારવ, 

એ કૂકડાનુ કુકડેકૂક, 

એ રમતી ચકલીઓ, 

એ ફાટેલો થેલો, 

એ તૂટેલો કંપાસ, 

એ ચાવેલી પેન્સિલ, 

એ અણી નાખેલ રબર, 

એ ચાકી વાળુ પરિકર, 

એ અટકચાળા દોસ્તો, 

એ લીલાંછમ લીમડા, 

એ ઘેઘૂર વડલા, 

એ પુંજાતા પીપળા, 

એ શાંત સ્મશાન, 

એ મારુ ગામડુ, 

એ જમવા બોલાવતી મારી મા, 

બસ આટલુજ આપો,

ભગવાન બોલ્યા, 

હુ એટલો પણ ધનવાન નથી. 


Rate this content
Log in

Similar gujarati poem from Children