લાગે છે
લાગે છે
1 min
13.4K
આ મારો હાલ જોઈને મુજને નવાઈ લાગે છે,
વિતેલી ક્ષણો આ ઘડી કરતા સવાઈ લાગે છે.
માંગો એ ન મળે એને જ ઈબાદત કહેવાય?
તે બક્ષેલી જિંદગી પણ ઈશ્વર પરાઈ લાગે છે.
છોડું તને તો પાછો તને શોધતો ફર્યા કરુ,
તારા દ્વારા કઈ અજબ ગોઠવણ કરાઈ લાગે છે.
સમયે જરા જોર બતાવ્યુ તો મોચ આવી ગઇ,
હે અભિમાન તારી બઉ નાજુક કલાઈ લાગે છે.
ચહેરા પર છે ઉઝરડાં મુસીબતોના 'દિપક',
અર્થ ઍનો ઍ કે જિંદગી જીવાઈ લાગે છે