સંબંધોની લીલોતરી
સંબંધોની લીલોતરી
1 min
376
જોને આ પાનખર પર, લીલોતરી એમ છાઈ,
જાણે ઘડપણ પર જવાનીની, બહાર આઈ,
કૂંપળ ફૂટી માંડ ત્યાંતો, મધ્યાહન થઈ ગયો,
સંબંધો પર એમ સહસા, પ્રતિબંધ થઈ ગયો,
વસંત જેવું ક્યાંય નથી, ને પાનખર હવે રહી નથી,
ને હા, વોટ્સએપ પર લાગણીનો મેહ, રુકતો નથી,
હસતી કુંપળ કરમાઈ ગઈ ને, પાનખર દેહ જીતી ગયો,
'આશુ'જો, ખરો કહેવાતો સંબંધ, બે પળમાં વીતી ગયો.