Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

સમ્યકગઝલ

સમ્યકગઝલ

1 min
6.6K


જાત જેવી જાતનું કપડું વણાય તો કહો;

ઢોર એકાદું મરેલું જો તણાય તો કહો.

ભેદ કોઈ છે જ ક્યાં એવું કશુંક બોલતાં

જો સ્વયંનું ગૂમડું થોડું ખણાય તો કહો.

થોડો અમથો આપતા અવકાશ જે ભણી શક્યાં;

એટલું ને આકરું દિલથી ભણાય તો કહો.

જોતરી છે નારીને સંડાસની સફાઈમાં

જાતને પણ જોતરી જાણી જણાય તો કહો.

જાતની પીડા વિશે તો કોઈ પણ કહી શકે;

અન્યના પણ ઘાવને સાચે ગણાય તો કહો

.

ગામ છેવાડે વસીને એકતા ન થઈ શકો

એકતારો થઈ જરી જો રણઝણાય તો કહો.

દંભ આચરનારનો તોટો નથી કોઈ જ કાળ

ઊડતી માખી બની જો બણબણાય તો કહો


Rate this content
Log in