Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Narshih Maheta

Classics

0  

Narshih Maheta

Classics

કુમકુમને પગલે પધારો

કુમકુમને પગલે પધારો

1 min
222


કુમકુમને પગલે પધારો,

રાજ કુમકુમને પગલે.

મસમસતા મોહનજી પધાર્યા,

ડગમગતે ડગલે; પધારો કુમકુમને પગલે...

મસ્તક પાઘ પિતાંબર સોહિયે,

લીલાં અંબર રંગ લે; પધારો કુમકુમને પગલે...

મુખ ઉપર શ્રમજળનારે મોતી,

જોતાં મન હરી લે; પધારો કુમકુમને પગલે...

સાકર કેરા કરા પડ્યા છે,

આંગણિયે સઘળે; પધારો કુમકુમને પગલે...

દૂધડે મેહ વુઠ્યો નરસૈંયા,

રસ વાધ્યો ઢગલે; પધારો કુમકુમને પગલે...


Rate this content
Log in