Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

દિલ તો આપ્યું

દિલ તો આપ્યું

1 min
1.3K


દિલ તો આપ્યું, બીજું શું આપું બોલ,
તને હૈયાના કયા ખૂણામાં રાખું બોલ.

સદાય લાગે એમ કે, છે તું મારો,
એટલો બધો ગહન છે પ્રેમ આ તારો,
હવે તો હું પણ કેમ કરીને માપું બોલ. 
તને હૈયાના કયા ખૂણામાં રાખું બોલ.

પામવાને તને દોડું છું વેગથી બમણાં,
જાણું છું કે મિલન શક્ય નથી હમણાં,
પણ આશાના દોરને કેમનો કાપું બોલ.
તને હૈયાના ક્યા ખૂણામાં રાખું બોલ.

દિલમાં તારા શું છે ? ખબર નથી મને,
જાણતી નથી, કેટલો પ્રેમ કરુંં છું તને,
હૈયામાં છાપ્યો, બીજે ક્યાં છાપું બોલ.
તને હૈયાના ક્યા ખૂણામાં રાખું બોલ.

ક્યારે નહિ કહું તને, તું આઘો ખસ,
તને જ કહું છું મારા મનની વાત 'જશ',
મનના આ દ્રારને કેમ કરી વાખું બોલ.
તને હૈયાના ક્યા ખૂણામાં રાખું બોલ.

દિલ તો આપ્યું, બીજું શું આપું બોલ,
તને હૈયાના ક્યા ખૂણામાં રાખું બોલ.


Rate this content
Log in