Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shaimee Oza

Inspirational

3  

Shaimee Oza

Inspirational

હું મૃત્યુ પામીશ તો

હું મૃત્યુ પામીશ તો

1 min
335


હું મૃત્યુ પામીશ ત્યારે અફસોસ થશે,

પણ બેટા હું તારી પાસે હોઈશ નહીં,

તો અત્યારે મારી સાથે રહીને,

થોડી યાદોને મારું નામ આપને.


હું મરીશ તો તું મને બહુ યાદ કરીશ,

પણ હું નહીં હોવું,

સમયને જરા ખૂણામાં મૂકીને,

મારી પાસે રહી જાને.


હું મૃત્યુ પામીશ પછી થશે કે કાશ મા સાથે થોડું રહી,

જીવવાનો સધિયારો આપ્યો હોત તો,

એમ કરને અત્યારે જ આપી દેને,

ખૂટી રહ્યા છે શ્વાસ હવે મારાં.


હું મૃત્યું પામીશ પછી,

મને વળગીને રડવા કરતાં,

અત્યારે મને મન ભરીને,

જોવા દેને તારો ચહેરો.


હું મૃત્યુ પામીશ પછી તુ,

ફુલની ચાદર મારી કબર પર નાંખીશ,

મને જોવા માટે રોજ આવીશ,

એક કામ કરને, અત્યાર જ મને મળવા આવે,

ત્યારે ફૂલ લાવને મારી માટે.


હું મૃત્યુ પામીશ પછી,

મારી કમી અને તારી ફરીયાદોને,

નજરઅંદાજ કરે એના કરતાં,

અત્યારે મને વાત્સલ્યથી ભીંજવી શકું,

એટલો હક્ક આપી દેને.


હું મૃત્યુ પામું ત્યાર પછી,

આપવા પડતાં સમય કરતાં,

અત્યારે એ સમય મારે નામ કરી દેને બેટા !


Rate this content
Log in