Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vipul Patel

Others

3  

Vipul Patel

Others

સાક્ષીભાવ

સાક્ષીભાવ

1 min
6.9K


વ્હેલી પરોઢે
બેઠો ખુરશી નિહાળું
આકાશી તારલા ને ચંદ્ર
 
રાતના અંધકારનું જવું ને સૂરજના પ્રકાશનું આવવું થાય સાથે
આંખના મળસ્કે
રાખું અમી દ્રષ્ટિ
 
ઝાડવેથી કૂંપળ ને પર્ણ
સવારે ફૂટે ને ખરે થાય સાથે
પાણી ના કુંડે
નીરખું વ્હાલ પ્રેમ
પંખી ને પાણી
પંખીનું પીવું ને પાણીનું ઘટવું થાય સાથે
 
ધ્યાન કુદરતના સંગે
મિલન હૈયાનું
ચિત્ત ને હૃદય
જ્ઞાનનું વધવું ને ઉંમરનું ઘટવું થાય સાથે
 
આ કેવી ઉપદ્રસ્ટાની સમજણ
વાહ! રે મારા પરમ તત્વ
આ તારી કેવી રમત
એક તરફ સાક્ષીભાવ ને બીજી તરફ સમ્યક ભાવ


Rate this content
Log in