Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

સજન

સજન

1 min
6.6K


મૌન તારે તોડવું પડશે સજન 
આજ કંઈક બોલવું પડશે સજન 

દિલ કદાચ કબુલ કરે, ના પણ કરે 
બંધ હૈયું ખોલવું પડશે સજન 

ઘાવ ઝીલ્યા કારમા આ તો પછી 
ઝાંઝવું પણ ઝીલવું પડશે સજન 

મેળવ્યું છે આપણે જે જે બધું 
પ્રેમ કાજે છોડવું પડશે સજન 

જે બધું નાખ્યું છે તોડી આપણે 
તે બધું તો જોડવું પડશે સજન 

છે નિયમ દુનિયા તણો આ કાયમી 
હાથ પકડી ચાલવું પડશે સજન 

ના મળે 'જશ' કંઈ પણ પરિશ્રમ વિના 
રોજ સાથે દોડવું પડશે સજન 


Rate this content
Log in