પાછું નથી આવતું
પાછું નથી આવતું
1 min
7.3K
ખરેખર જે જાય છે,
એ પાછું નથી આવતું,
આવે તો બસ યાદોમાં,
ને પછી રોજ સતાવતું,
આવે તો બસ આંખોમાં,
ને પછી આંસુડા લાવતું,
આવે તો બસ સપનામાં,
ને પછી સફાળા જગાડતું,
આવે તો બસ વાતોમાં,
ને સ્વની હાજરી સંતાડતું,
આવે તો બસ ભણકારા,
ખરેખર પાછું નથી આવતું.