Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gaurang Thaker

Others

3  

Gaurang Thaker

Others

કરી જવાનો

કરી જવાનો

1 min
14K


હું સાંકડી ગલીમાં રસ્તા કરી જવાનો,
માણસ સુધી જવાનો આગળ નથી જવાનો.

પાષાણ સમ હ્દયમાં પોલાણ શક્ય છે દોસ્ત,
તું ઓગળી પ્રથમ જા એ પીગળી જવાનો.

એવી ખબર છે આવી, તું નીકળી નદી થઈ,
દરિયાની એટલે હું ખારાશ પી જવાનો.

હું છું જ કૈંક એવો તું છોડ આ પ્રયત્નો,
તું ભુલવા મથે ને હું સાંભરી જવાનો.

તારા ઉપરની મારી દીવાનગી ગમે છે,
મારા સિવાય કોને હું છેતરી જવાનો?

હોવાપણું ઓ ઈશ્વર તારું વિવાદમાં છે,
મારી તરફ હું તેથી પાછો વળી જવાનો.


Rate this content
Log in