Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ninad Adhyaru

Others

3  

Ninad Adhyaru

Others

વચ્ચે

વચ્ચે

1 min
7.2K


અહીંયા આવી બધાંની વચ્ચે,
સુખ ના દે તું સજાની વચ્ચે.

તારા વિના હતું શું બીજું?
તારા મારા થવાની વચ્ચે!

તેં છૂપાવી હતી,ખબર છે?
ચીઠ્ઠી મારી ડબાની વચ્ચે!

પહેલું ચુંબન અજરઅમર છે,
તારી-મારી કથાની વચ્ચે.

ત્યારે સાચી ગઝલ બને છે,
કાળજું મૂકો કલાની વચ્ચે.

કાળા ચશ્મા હટાવી જુઓ,
ઝેર ન રાખો દવાની વચ્ચે.

એંઠી બીડી પીધી છે એની,
હું જીવ્યો છું ર.પા.ની વચ્ચે.

ખીચડી પાકી નહિ કદી પણ,
એક ચકી ને ચકાની વચ્ચે.

પ્રેમ કરે છે તો બોલ 'નિનાદ',
વાતો ના કર હવાની વચ્ચે.

 


Rate this content
Log in