Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vinod Gusai

Others

3  

Vinod Gusai

Others

હે શ્યામ

હે શ્યામ

1 min
6.7K


હે શ્યામ તારી વાસડી ના સુર ન રેલાવ
આવશે નહીં ગોપીઓ એને તું ન બોલાવ

ગોપીઓ બધી વ્યસ્ત છે ઓનલાઈનમાં,
એકબીજા સંગ વાત કરે છે બોક્સઇનમાં.

ફેસબુકનું એકાઉન્ટ શ્યામ તું પણ બનાવ,
શોધ તારી ગોપીઓ ને રિકવેસ્ટ મોકલાવ.

હે શ્યામ તારી વાસડી ના સુર ન રેલાવ,
સૂર તારી વાસડી ના કર ડાઉનલોડ. 

ફેસબુકમાં એને પછી કરી દે અપલોડ,
સાંભડીને ભાન ભુલશે, કોમેન્ટ લખસે 'વાવ'.

જવાબ આપજે, ખાલી લાઈકથી ન વધાવ,
હે શ્યામ તારી વાસડી ના સૂર ન રેલાવ.

ઊડી જાય નહીં સૂર વાંસડીના વાયરશથી,
કોમ્યુટર તારો બચાવજે પોગ્રામ ક્વિકહેલ્શથી.

આધુનિક યુગમાં 'મૌન' કદમ તારા મિલાવ,
ઇન્ટરનેટના યુગમાં મન તું પણ લગાવ.

હે શ્યામ તારી વાસડી ના સુર ન રેલાવ....

 


Rate this content
Log in