Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
વાગોળતો હતો
વાગોળતો હતો
★★★★★

© Pragna Vashi

Others

1 Minutes   14.5K    7


Content Ranking

હાથે કરીને જાતને રંજાડતો હતો,
વીત્યા સમયને કેમ એ વાગોળતો હતો ?

એ ધારણાનું રણ હતું કેવું અફાટ ને,
આંખો મીંચી શું પામવા એ દોડતો હતો ?

સોનાને પીંજરે પછી શબ્દો પુરાઈ ગ્યા,
પોપટ સરીખું ? એ કશું કૈં બોલતો હતો.

કેડી હતી ત્યાં હાઈવે ઊભા થયા પછી,
માણસને ચાલવાની જગા ખોળતો હતો.

પિંજરથી પંખી ક્યારનું ઊડી ગયું છતાં,
એ ખોળિયાને ક્યાં સુધી પંપાળતો હતો.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..