Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

એકાંતનો મહાઉત્સવ

એકાંતનો મહાઉત્સવ

1 min
6.6K


આજ ફરી આ એકાંતના મહા ઉત્સવમાં,
સ્મરણ તારું શણગાર એનો કરી જાય...!

નામ તારું લખુંને આ હૈયું હરખાઈ જાય;
ને તોરણ આંસુઓના એમ જ બાંધી જાય...!

આ અહેસાસ તો છે અનકહી વ્યથાઓનો,
ને રુદિયાને અકારણ હચમચાવી જા...!

યાદોના આ સંભારણા અમથા અમથા...
અંતર વલોપાતને વધારી વધારી જાય...!

સંબંધ સ્નેહનો હોવા છતાંય - શું કામ...?
નગર એ દાસ્તાન-એ-દર્દ રચી જાય...!

શરીર તો સદાયે સ્થિર છે ને - રઝળપટ...
આ મનની ક્યાં ક્યાં ખેંચીને લઇ જાય...!

શ્વાસોના શહેરમાં આ ઝંઝાવાત યાદોના...
રુદિયાના નશેમન ને હચમચાવી જાય...!

કોઈને જ ના દેખાય તોફાન એક એવું...
તનમનમાં સર્જી તબાહી એ ગુજરી જાય...!

આ ખામોશ ગર્જના ને આ અદ્રશ્ય વિજ...
વરસાદ વલોપાતનો વરસાવી જાય...!

વરસે અનરાધાર તોયે મુજ "પરમ"ને...
બનાવી "પાગલ" જોને તરસાવી જાય...!


Rate this content
Log in