તું યે ચૂપ...હું યે ચૂપ...
હો ... હો ... હો ....
આ તો મેઘલો વરસે સોહમ સોહમ
લીલી ધરતી કંઇ તરસે મોઘમ મોઘમ
ગાલની લાલી રળતી હાલી
આંખનું કાજળ ઢળતું હાલ્યુ
પાંપણ નીચી પડતી ઝાલી
હૈયામાં કંઇ હળવું હાલ્યું
હો... હો... હો...
વહેતો ધીમો સમીરો ગુમસુમ ગુમસુમ
નાદ હળવેથી સંભળાતો સુનમુન સુનમુન
તું યે ચૂપ ... હું યે ચૂપ .....
નજરું તારી બોલતી જાતિ
મન માલીપા એક કહાની
વાયરો વીટી ઝાંઝરી ગાતી
આકાશેથી વરસી બાની
હો... હો... હો....
તારા સૂરમાં થયું છે આજ ઘેલું તનમન
ભીંજે રાધા-ઘનશ્યામનું મીઠું ઉપવન
તું યે ચૂપ ... હું યે ચૂપ .....