Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gaurang Thaker

Others

4  

Gaurang Thaker

Others

વિષે કહો,

વિષે કહો,

1 min
13.3K


ધર્મો વિષે ન ધર્મધુરંધર વિષે કહો,
માનવ બની જીવ્યો એ પયગંબર વિષે કહો.

કઇ રીતે ધોઇ ધોઇ ને ઉજળી કરી ગયો?
મેલી એ ચાદરો ને એ વણકર વિષે કહો.

ખુદની પ્રદક્ષિણામાં તો ચક્કર મળ્યા મને,
સૌ ના સુધી લઇ જતાં હુનર વિષે કહો.

વહાલો છે કેમ આટલો રણકાર આ મને?
આવ્યો છું હું જે પહેરી એ ઝાંઝર વિષે કહો.

સૌથી પ્રથમ તો આપ ક્યાં ઊભા છો, જોઇ લ્યો,
ઊપર ઉપરથી આમ ના ઊપર વિષે કહો


Rate this content
Log in