Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ankit Gorasiya

Others

3  

Ankit Gorasiya

Others

ઓછી પડે છે

ઓછી પડે છે

1 min
6.9K


કાગળ અને કલ્પના ઓછી પડે છે,
અમર છે તોય આશા ઓછી પડે છે.

ભૂલ સ્વીકારીને હું કરું પણ શું હવે?
તમે આપો તો ક્ષમા ઓછી પડે છે.

તમારી રાહમાં જીવન કાઢી નાખ્યું,
તોય તમને પ્રતિક્ષા ઓછી પડે છે.

તમારામાં હું આખું વિશ્વ શોધું પણ;
તમને શોધવા દુનિયા ઓછી પડે છે.

પ્રાર્થના ઓછી પડે છે હાથ જોડું તો;
હાથ ફેલાવું તો દુઆ ઓછી પડે છે.

જેમાં તમારી મહેક ન આવે ‘અંકિત’
શ્વાસ લેવા એ હવા ઓછી પડે છે.


Rate this content
Log in