Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Masum Modasvi

Others

3  

Masum Modasvi

Others

મનની લાગણી

મનની લાગણી

1 min
14K


જ્યાં કદમ પણ ચાલતા ખચકાય છે,
ત્યાં જ મનની લાગણી અટવાય છે.

જે ક્ષતિ કરતા નથી એ માનતા,
તે કરી ભૂલો પછી પછતાય છે.

આ જગતના કારનામાં જોઈને.
આંખડી પણ આપણી શરમાય છે.

વાત સાચી કોઈને ગમતી નથી,
સાવ ખોટા ફુલડે પૌંખાય છે.

લો અનાયાસે કદમ ભટકી ગયા,
એજ તો મનને ગમેલું થાય છે.

ભેદ ભાવોના લગીરે રાખતા,
માણસાઈ ત્યાં જ તો પરખાય છે.

ભીડથી માસૂમ અટુલા થઈ રહે,
શોર માંહે મન ઘણું ગભરાય છે.


Rate this content
Log in