Harshida Dipak

Others


2  

Harshida Dipak

Others


ઓ મેહુલીયા

ઓ મેહુલીયા

1 min 6.8K 1 min 6.8K

તું આવ
તારી આશ જગાવી આંખો વહેતી,
મોજા  જેમ  ઉછળતી,
ઊંચા - નીચાં,  નાના - મોટા,
ખાડાઓ ઓળંગી,
પંખ ફેલાવી વાટ નીરખતી,
ને... તું... આવ્યો...
ડાળી થઈ ગઈ ઘેલી ઘેલી,
સાત સૂરોનું ગીત મધુરું ગાતી,
હાલક - ડોલક થાતી ઈચ્છા કરતી.
ધરતી ઉપર જાણે લીલી-લીલી,
દોડા દોડી...
મોરલીયાનો ટહુકારો લઈ,
ભીતરમાં પ્રગટેલિ-
તને વધાવું મોતીડે...
મીઠો શેયડો પડ્યો હૈયાની ધારે,
ભીનો પગરવ નદી કિનારે,
પોપચાને ઢાળી
નેણલા નચાવી
શીશને ઝુકાવી
સઘળું મારું
અર્પણ
સમર્પણ.


Rate this content
Originality
Flow
Language
Cover Design