ખોતર મને
ખોતર મને
1 min
6.7K
લે, આ ઊભો સાક્ષાત હું, ખોતર મને!
અફવા નથી, છું વાત હું ખોતર મને!
જળમાં રહીને, જળ વિષે શું બોલવું?
છું લીલ જેવી જાત હું, ખોતર મને!
નક્કી નથી, પણ તોય નક્કી છે બધું,
એ જ્ઞાનથી છું જ્ઞાત હું, ખોતર મને!
છે શક્યતા જ્યાં લાગણીના ભેજની,
ત્યાં ત્યાં પ્રગટ મિરાત હું, ખોતર મને!
મારા સ્વભાવે માત્ર છે લોલોતરી;
લાવણ્યમય ઓકાત હું, ખોતર મને!