Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

જીવન જેને ન આવ્યું રાસ

જીવન જેને ન આવ્યું રાસ

1 min
14K


જીવન જેને ન આવ્યું રાસ લોકો એ જ છે શું આ?
લીધો આવેશમાં વનવાસ, લોકો એ જ છે શું આ?
 
બધાં જાણે જીવનનાં કૈં ઉધામા સાવ ફોગટ છે,
છતાં સામેથી વ્હોરે ત્રાસ, લોકો એ જ છે શું આ?
 
ઘણાં વર્ષે જૂની ડેલીની સાંકળ ખોલતાંમાં જે,
કરે છે બે ઘડીની હાશ, લોકો એ જ છે શું આ?
 
ઉછેર્યાં જે હતાં તે બીજ આંતકી હવે ઊગી,
પૂછે જડ કેમ તારા શ્વાસ, લોકો એ જ છે શું આ?
 
બધી સંવેદનાની ધાર બુઠ્ઠી થૈ હશે એથી,
ફરે ખુદની ઉઠાવી લાશ, લોકો એ જ છે શું આ?
 
બહુ અધ્ધર ઊડ્યાં ધરતીથી જેઓ બહુ ખુમારીથી,
ગણાવાતા’તા જેઓ ખાસ, લોકો એ જ છે શું આ?


Rate this content
Log in