Pragna Vashi

Others


4  

Pragna Vashi

Others


જીવતરને પીલવા જેવું નથી

જીવતરને પીલવા જેવું નથી

1 min 14.3K 1 min 14.3K

જીવતરને પીલવા જેવું નથી,
મન વિનાનું જીવવા જેવું નથી.

ક્યાં સુધી ઇજ્જત એ સાચવશે ભલાં,
જીર્ણ કપડું સીવવા જેવું નથી.

વૃદ્ધ બોલ્યો ખુદની હાલત જોઈને,
બાળકોએ ખીલવા જેવું નથી.

શસ્ત્ર વિના એ લડત આપે પછી,
મન કહે કે જીતવા જેવું નથી.

હાથ તારો હોય માથે ત્યાં પછી,
શ્વાસને કૈં પણ થવા જેવું નથી.

માને હાલરડે જ બાળક હીંચશે,
એને કૈં પણ શીખવા જેવું નથી.


Rate this content
Originality
Flow
Language
Cover Design