Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

ઘર શ્વાસનું જીવંત

ઘર શ્વાસનું જીવંત

1 min
13.1K


ઘર શ્વાસનું જીવંત, તું રહેવાની પ્હેલ કર,
આ છે સફર અનંત, તું રહેવાની પ્હેલ કર.

આંખે કરી કમાલ કે ઘર પ્રેમનું બન્યું,
છે પાંપણે વસંત, તું રહેવાની પ્હેલ કર.

છળનાં રૂપેરી આયને આભાસ હો ભલે,
પામી લઈને તંત, તું રહેવાની પ્હેલ કર.

ઠગવાની વાત પર બધાં મ્હોં ફેરવે છતાં,
ક્યાં કોઈ અહીં છે સંત, તું રહેવાની પ્હેલ કર.

‘પ્રજ્ઞા’ અહીં તો મોતને મથવું પડે ઘણું,
જીવવું છે તંતોતંત, તું રહેવાની પ્હેલ કર.


Rate this content
Log in