Harshida Dipak

Others


3  

Harshida Dipak

Others


ઘેલું ઘેલું ચોમાસું

ઘેલું ઘેલું ચોમાસું

1 min 6.8K 1 min 6.8K

અલબેલૂં ને અણદીઠું ઘેલું ઘેલું ચોમાસું
નજર પડે ત્યાં છમછમ ધારે ઝરમરતું ચોમાસું...
 
રંગ રંગ ના છાંટા ઉડ્યા
કાળા ડીબાંગ વાદળ ઉઘાડયા
ભીના ભીના શમણાં ઉછાડયા
સાતે નદીયું ભેગી ઉછળે મીઠાં બોલું ચોમાસું...
 
ધબકારા મોટા થઈ ગાજે
ઢોલ નગારા પડઘમ વાજે
પગરણ ઓસરિયુંમાં આજે
આઠ કૂવાને ઝરમર ઝારી છે મતવાલું ચોમાસું...
 
હિલ્લોળા લે નદીયું નાળા
મનમાં ખુલતાં ભીના માળા
સોને મઢિયા મોતી કાળા
શ્યામ નામમાં મગન બન્યું રે ગમતીલું ચોમાસું...


Rate this content
Originality
Flow
Language
Cover Design