Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મમ્મી (બાળકાવ્ય)
મમ્મી (બાળકાવ્ય)
★★★★★

© Kirit Goswami

Children Stories Drama

1 Minutes   43    2


Content Ranking


વાત આટલી જાણી લે ને, મમ્મી...

તું જ મને આખી દુનિયામાં ગમી !


દરિયા જેટલું વ્હાલ કરે 

               ને એક ટબુડી સજા ! 

ખોટું-ખોટું થાય તું ગુસ્સે 

              ત્યારે આવતી મજા ! 


મારી પહેલાં કોઇ દિવસ ના જમી! 

એટલે તું જ મને આખી દુનિયામાં ગમી...


પા પા પગલી કરતો ત્યારે

             તેં જ આંગળી ઝાલી ! 

તને ન દેખું ઘડીવાર 

           તો દુનિયા લાગે ખાલી ! 


તારી પપ્પી લાગે યમી - યમી ! 

     તું જ મને આખી દુનિયામાં ગમી...

love mother like

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..