Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Romance Inspirational

4.8  

Nana Mohammedamin

Romance Inspirational

ક્યાં ના પાડી...

ક્યાં ના પાડી...

1 min
366


એક વાર પાનખરનું પાન બની બારીમાં તો આવો,

હૃદયમાં લાગણીનું ફૂલ ખીલવવાની ક્યાં ના પાડી !


આભિમાન મૂકી બાજુમાં એક નજર ઉપર તો કરો,

કદાચ આંખો ના મળે સ્મિત આપવાની ક્યાં ના પાડી !


અમૂલ્ય સમયનું બે ઘડી એકાંત લઈને તો આવો,

તમારી મૂંઝવણનો જવાબ આપવાની ક્યાં ના પાડી !


ગુંચવણ ભરી જીવન રાહ પર ચાલ તો ખરો,

રહસ્ય ભર્યા રસ્તામાં સાથ આપવાની ક્યાં ના પાડી !


મને સમજાશે નહીં એવું ભૂલી શબ્દો તો લાવો,

ભલે નકામી હોય વાતો સાંભળવાની ક્યાં ના પાડી !


તમે દોસ્તીનો એક હાથ મારી સામે તો ધરો,

દોસ્ત "નાના" એ મિત્રતા નિભાવવાની ક્યાં ના પાડી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance