Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Others

5.0  

Kalpesh Vyas

Others

ગોકુળની પનિહારી રે

ગોકુળની પનિહારી રે

1 min
593

પનિહારી રે ! ગઈ 'તી યમુનાને તિરે,

યમુનાને તિરે! પાણી ભરતી 'તી રે. 

માથા પર ઉઢાણું, ઉઢાણાં પર માટલું, 

માટલામાં પાણી, ઢોળાય નહી એટલું, 

પનિહારી રે! ગઈ 'તી યમુનાને તિરે,

પાણી ભરીને ! પાછી ફરતી 'તી રે.

ત્યાં આવ્યો કાનો, માર્યો એક પાણો, 

બેવ માટલામાંથી, બધુ પાણી ઢોળાણું,

પનિહારી રે! હતી યમુનાને તિરે,

યમુનાને તિરે! ભિંજાઈ ગઈ 'તી રે. 

પનિહારી ચિડાણી ! ગુસ્સે એ ભરાણી,

યશોદાના ઘરતરફ, એની દોટ મુકાણી, 

પનિહારી રે! ગઈ 'તી યશોદાના ઘરે,

યશોદાને ઘરે! ફરીયાદ કરતી 'તી રે.

ઘેર બેઠો કાનો, માખણ ખાતો 'તો, 

નિર્દોષ ચહેરે, એને જ જોતો' તો,

પનિહારી રે! હતી યશોદાના ઘરે,

યશોદાના ઘરે! હૈરાન થઈ 'તી રે.

કોરા જણાયા, જે વસ્ત્રો હતા લીલા, 

કદાચ કાનાની, આ હશે કોઈ લીલા ! 

પનિહારી રે! કાનાથી હારી રે,

જઈ પોતાના ઘરે ! મનમાં હસતી 'તી રે.

Rate this content
Log in