ક્યાં સુધી ?
ક્યાં સુધી ?
માનવીના હાથમાં સમય હશે કયાં સુધી ?
મનની દિશામાં કર્મ રેખા હશે ત્યાં સુધી.
કડવા અનુભવોનું વમળ હશે હવે ક્યાં સુધી ?
મનમાં સ્નેહની મીઠી લકીરો હશે ત્યાં સુધી.
આશાને હંમેશા મારશું હવે ક્યાં સુધી ?
જીવ કેરી હોડીમાં બેઠેલા હશું ત્યાં સુધી.
ન થવાનું થતું રહશે હવે ક્યાં સુધી ?
ભાગ્યનો ઘડો ભરાતો રહશે ત્યાં સુધી.
વિરહની વેદના હશે હવે ક્યાં સુધી ?
હ્રદયમાં લાગણીની સંવેદના હશે ત્યાં સુધી.
ધ્યેય પ્રાપ્ત કરવાની તૃપ્તિ હશે હવે ક્યાં સુધી ?
મન માનવીનું અડગ હશે ત્યાં સુધી ?
જીવનની દિશામાં સફળતા હશે હવે ક્યાં સુધી ?
પડકાર સહેવાની તાકાત હશે ત્યાં સુધી.
હાર - જીતની લડાઈ હશે હવે ક્યાં સુધી ?
હિમ્મત અને વિશ્વાસનો સંગમ હશે ત્યાં સુધી.
તેને જીવવાની જીજીવિશા હશે હવે ક્યાં સુધી ?
સ્નેહીજનના સ્વપ્ન અધૂરા હશે ત્યાં સુધી.
જન્મ - મરણનો દાખલો હશે હવે ક્યાં સુધી ?
વિધાતાની કલમમાં શાહી ખૂટશે ત્યાં સુધી.