Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance Inspirational

4.5  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance Inspirational

ચાલને

ચાલને

1 min
612


ચાલને કાંઈક કરીએ મધુરું મધુરું,

ભલેને પછી રહે તે અધૂરું અધૂરું,!

ચાલને ... !


તારી ટચલીને મારી ટચલીમાં જરા ભરાવીને ફરીએ,

એકબીજાની આંખોના ઇશારે પહેલાં જેવું રમીએ.

ચાલને ... !


લાગણીઓ અને ઈચ્છાઓને ક્યાં લગી સંઘરીએ ?

ઘણું દબાવી રાખ્યું મન, હવે તો જરા નીકળીએ !

ચાલને ... !


ઠસ્સો તો એ જ રાખીએ ભલે માથે ક્યાંક ચમકે ધોળા,

કાંસકો મૂકીએ પડતો ને વાળ આંગળીયો થી ઓળીએ.

ચાલને ... !


આમ તો ઘણું દોડ્યાં છીએ ને હવે થાક્યાં એવું લાગે,

જવાબદારી ની ઝંઝાળ મૂકી હવે બાંકડે બેસી પડીએ.

ચાલને ... !


રોકાણો ને નફાઓ ના હિસાબો તો ઘણા ટપકાવ્યા છે,

તું મુજમાં ને હું તુજમાં રોકી હવે એકબીજામાં ભળીએ.

ચાલને ... !


સાસુ સસરા ને પછી દાદા નાની કંઈ કેટલુંય હજુ આવશે,

ફરી એકબીજાને ગમીએ ને જરા બાળક બની ને ભમીએ.

ચાલને ... !


જાણે હમણાં તે પાનેતર ઓઢ્યું, મેં સહેરો સજાવ્યોતો,

વળી શીદને વર્ષો ગણીએ, ફરી નવપરણિત બની ફરીએ !

ચાલને ... !


ચાલને કાંઈક કરીએ મધુરું મધુરું,

ભલેને પછી રહે તે અધૂરું અધૂરું !

ચાલને !


Rate this content
Log in

Similar gujarati poem from Romance