Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sandip Pujara

Others

4  

Sandip Pujara

Others

સમંદર ધસ્યો છે

સમંદર ધસ્યો છે

1 min
300


જે સુખને સહજ થઈ પચાવી શકે છે

એ, તહેવાર દુઃખનો મનાવી શકે છે


હકીકતથી સપનું હમેશા સવાયું

એ બંધ આંખે દર્શન કરાવી શકે છે


હશે મારા જેવા ઘણા, જે લખે છે

તું એક જ તો છે, જે લખાવી શકે છે


જણાવું બધા દર્દ મારા તને, પણ

પ્રથમ એટલું કહે, તું આવી શકે છે ?


સમય એક સિક્કો છે ખોટોય આવે

એ ધનવાન છે જે વટાવી શકે છે


સમંદર ધસ્યો છે નદીની દિશામાં

તું ચાહે તો અફવા ગણાવી શકે છે


Rate this content
Log in