Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bharat Thacker

Inspirational

4.5  

Bharat Thacker

Inspirational

ભાવગીત

ભાવગીત

1 min
623


દુનિયાભરના પંડિત પણ થઇ જાય ચીત છે

માત્ર એક જ શબ્દ ‘મા’, પોતે જ ભાવભર્યું ગીત છે,


મા ને સાચવવા જ્યાં થતા હોય છે ઝગડા,

જેની સાથે રહેતી હોય મા, એ ભાઇની જીત છે,


જે મા ને તમે નવ માસ પેટમાં મારી છે લાતો,

એને જ ધૂત્કારવું, એ જ કલીયુગની રીત છે,


પૂરી દુનિયાભરની હોટલો ફેંદી વળીએ આપણે,

મા ની રોટલીની મીઠાશ ક્યાંય નહી મળે એ નિશ્ચિત છે,


પહેલા આંસુ આવતા અને મા યાદ આવી જતી,

હવે મા યાદ આવતા જ આવે આંસુ એટલું નિહિત છે,


મને લાગે કાનો ત્યારે થાય છે મા,

દરેક મા નો દીકરો છે કાન્હો, માની એવી પ્રીત છે,


માતૄતવના આનંદ માટે, ભગવાન પણ મા પર આશ્રિત છે,

પૂરી જીવ સૄષ્ટિ મા ના પુચકારે, થાય પુલકીત છે.


Rate this content
Log in