Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Others

3  

Kalpesh Vyas

Others

જુની યાદો

જુની યાદો

1 min
421


સ્ટોર રુમમાં સાફસફાઈ કરતા કરતા, 

કૉલેજના વખતનુ એક પુસ્તક મળ્યું, 


એ પુસ્તક પર નજર પડતાની સાથે જ,

જાણે યાદોનું પારેવડું ઊડવા આતૂર થયું,


બે પાનાંની વચ્ચે ગુલાબની પાંખડી મળી,

ત્યારે યાદોની પમરાટ પસરાવવા લાગી,


આગળ પાના ફેરવતા મોરપિચ્છ મળ્યું, 

મન જાણે મોરસમું થનગાટ કરવા લાગ્યું, 


પછી ક્યાંક ચૉકલેટનુ રેપર મળી આવ્યું, 

પહેલી ચૉકલેટના સ્વાદથી મો ગળ્યું થયું,


શરુ કરેલી એ સાફસફાઈ અટકી ગઈ, 

અને મન ક્યાંક ફ્લેશબેકમાં ખોવાઈ ગયું.


Rate this content
Log in