જીવડા
જીવડા
જીવી લે આજે, બાકી જવાનું જીવડા,
હસી લે આજે, બાકી રડવાનું જીવડા,
સઘળું અહીં છે, નાશવંત જીવડા,
અંતે તો માટીમાં, મળવાનું જીવડા,
કશુંજ નથી અહીં, આપણું જીવડા,
ફૂલડાંને નદીમાં, ભળવાનું જીવડા,
મોહ માયાને, મૂકીને જીવડા,
ઉપર સુધીને, દોડવાનું જીવડા,
ઈશ્વર આજે જ ભજીલે જીવડા,
ગયા પછી, હૈયે ખખડવાનું જીવડા.