Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arjun Gadhiya

Inspirational

3  

Arjun Gadhiya

Inspirational

સૌરાષ્ટ્ર વંદના

સૌરાષ્ટ્ર વંદના

1 min
526


(છંદ : ભુજંગી)


નમો ભૂમિ આ ધન્ય સૌરાષ્ટ્રની રે,

નમો ભૂમિ આ કેસરી પુત્રની રે,

નમો ભૂમિ આ વીરલાઓ તણી રે,

નમો ભૂમિ આ વિશ્વનાં જ્યાં ધણી રે…


નમો ભૂમિ આ પુણ્યકારી સદા રે,

નમો ભૂમિ આ ધર્મની જ્યાં ધજા રે,

નમો ભૂમિ આ જે સમુદ્રી ધરા રે,

નમો ભૂમિ આ જ્યાં સમૃદ્ધિ સદા રે...


નમો ભૂમિ આ આશરો આપતી રે,

નમો ભૂમિ આ પુત્રને ખાંડતી રે,

નમો ભૂમિ આ સ્વર્ગથી કિંમતી રે,

નમો ભૂમિ આ પ્રેમ જે આપતી રે…


નમો ભૂમિ આ બલિદાની તણી રે,

નમો ભૂમિ આ ખાનદાની તણી રે,

નમો ભૂમિ આ સાધુ સંતો તણી રે,

નમો ભૂમિ આ અર્જુનીયા તણી રે..!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational