Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Doshi

Others

4  

Rekha Doshi

Others

'મા'

'મા'

1 min
14.1K


 'મા' તૂ મારી સન્મુખ જ  છે હાજરાહજુર 
દિવાલ પરની  તસવીરમાં મીઠુ મલક્તી 
કૌતૂક એ કે આપણે મૌનમાં સાધીયે સંવાદ 
અને હું સૂંડલા પ્રશ્નોનાં જવાબ મેળવતી 
મારા મનનાં સરોવરમાં કોઇ કાંકરી ફેંકે 
તો પાણીનાં વલયોને તૂ સ્થિરતા બક્ષતી 
પ્રદુષિત સબંધની  હવાનું શુધ્ધિકરણ થઈ જતુ
 સુખડનાં હારમાંથી અહર્નિશ સુગંધ જરતી 
મેં સાંચવી રાખ્યો છે આપણો પત્રવ્યવહાર 
અવગણેલી શિખામણ હવે કામ લાગતી
જાણુ છુ હકીકત અને ભ્રમણા ને ઊભા વેર 
અહેસાસમાં તૂ સજીવન થઈ બોલકી બનતી 
યાદો અણમોલ ખજાનાને બંધબારણે  ખોલતી 
એકાએક બેનમૂન  ઘરેણાને પહેરી પોરસાતી 
વીતેલા ઘેઘૂર સમયમા મારૂ ઘડતર થયું 
આજે આ અસ્તિત્વને કાજે તુજને નમન કરતી 
નક્કી મે અઢળક પુણ્ય કર્યા હશે ક્યારેક 
તૂ સદેહે નથી છતા હંમેશા સાંનિધ્યની હુંફ  પામતી 
આજે હું ગર્વથી કહું છુ "કોની દીકરી?"
એ 'મા' ની જે અંધારામાંય છાયો ધરતી 


Rate this content
Log in

More gujarati poem from Rekha Doshi