Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harshida Dipak

Others

3  

Harshida Dipak

Others

કલકલની ભીડમાં

કલકલની ભીડમાં

1 min
14.3K


ન્હાતા નંદવાઈ ગઈ હેલ

કે હેલ હવે ગોતું ક્યાં કલકલની ભીડમાં.


આંખ્યુંનાં પોપચાંને અજવાળે

દાબીને રાખું હું અંધારી રાત

વહેલી પરોઢમાં પાંપણને ઊંચકું

ને ઝાંખું કાં દેખું પરભાત ?


કાળમીંઢ અંધારું આવીને બેઠું જો

કોયલના ખાલીખમ નીડમાં

ન્હાતા નંદવાઈ ગઈ હેલ

કે હેલ હવે ગોતું ક્યાં કલકલની ભીડમાં.



ચમકંતા પથ્થરના અજવાળે દેખાતાં

દ્રશ્યોને કેમ કરી ઢાળીએ ?

ભીંતે ચીતરેલા આ દરિયાનાં મોજાને

હેલ્લારે કેમ રે ઉછાળીએ ?


રવરવતી રેતીની ભીતર ભીનાશ

તોય ભીંજે ન તરણુંયે બીડમાં

ન્હાતા નંદવાઈ ગઈ હેલ

કે હેલ હવે ગોતું ક્યાં કલકલની ભીડમાં.


Rate this content
Log in