Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nilesh Limbola

Others

2  

Nilesh Limbola

Others

ચોમાસુ બેઠું

ચોમાસુ બેઠું

1 min
6.9K


આ વાદળ ઉમટ્યા, આખેઆખું આભ ભરાયું,
વાયરો ઠંડોગાર વાયો, ચોમાસુ બેઠુ.
 
કયાંક વિજળી ચમકી, કાળુ ડિબાંગ આ નભ આખુંયે,
અંધાર ચારેકોર છાયો, ચોમાસું બેઠુ.
 
આ વિજળીનો ચમકાર થતોને છાંટા ચમકદાર બનીને ઝળહળ વરસે.
આ ખેતરના શેઢે અડિખમ લીલુડો લીમડો ઉભોને વાદળ વરસે.
 
આ તડકા ગાયબ, સૂરજ ગુમ થયો સમૂળગો, મોરલાએ કોઈ રાગ ગાયો, ચોમાસુ બેઠું.
 
આ સડકની પડખેની નીકમાં ખળખળ થાતું પાણી નદીએ ચાલીયું જાતું.
આ વડલાની એકડાળે બેઠું ભીનુ પંખી મનમાં-મનમાં રાજી થાતું.
 
આ ડુંગર ઉપર, ખેતર, રસ્તે, વનવગડામાં લીલો રંગ બધે પથરાયો,
ચોમાસુ બેઠું.
 
આ વાદળ ઉમટ્યા, આખેઆખું આભ ભરાયું, વાયરો ઠંડોગાર વાયો,
ચોમાસુ બેઠું..


Rate this content
Log in